ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં છેલ્લા એકાદ સપ્તાહથી સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહેલ કાળીયાબીડ વિસ્તાર ના આધેડનું આજરોજ સારવાર દરમિયાન મોત નિપજતા સ્વાઈન ફ્લુ થી મરણ જનાર દર્દીઓની સંખ્યા ૧૨ પર પહોંચી છે આજે કુલ બે દર્દીઓ નવા ઉમેરાતા હાલ પણ કુલ ૧૭ દર્દીઓ સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહ્યા છે. ભાવનગર શહેર-જિલ્લામાં સ્વાઈન ફ્લૂનો આતંક અટકવાનું નામ નથી લઇ રહ્યો દરરોજ નવા દર્દીઓ ના ઉમેરા સાથે મોટી ઉંમરના દર્દીઓની હાલત વધુ ગંભીર બની રહી છે આ ઉપરાંત મોટી વયના અને તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે એવા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે સર ટી હોસ્પિટલ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આજથી એકાદ સપ્તાહ પૂર્વે કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ૪૪ વર્ષીય આધેડ ને સર ટી હોસ્પિટલ ના અલાયદા સ્વાઇન ફલૂ વોર્ડમાં એડમીટ કરવામાં આવેલ જ્યાં આજરોજ તેમનું સારવાર દરમિયાન મોત સૌથી મરનાર વ્યક્તિઓની સંખ્યામાં વધારો થયો છે આ મોત સાથે કુલ આંક બાર નો થયો છે તેમજ આજે નવા બે દર્દીઓનો ઉમેરો થતાં હાલ સ્વાઈન ફ્લૂ વોર્ડ માં ૧૭ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમજ પાલીતાણા તાલુકા માંથી આવેલ અને સ્વાઈન ફ્લૂ રોગ ના લક્ષણ ધરાવતા એક દર્દીના રિપોર્ટની રાહ જોઈ રહી છે સ્વાઈન ફ્લુ અંગે નિષ્ણાંત તબીબોના જણાવ્યા અનુસાર વ્યક્તિ કોઈ પણ પ્રકારના ફ્લૂના આ રોગનો ભોગ બને એવા વ્યક્તિ તથા તેમના સ્વજનો જો ઉચિત કેર અને સમયસર સારવાર લે તો તમામ પ્રકારના ફ્લુમાંથી ઉગરવા માટે સમય હોય જ છે વધુમાં જણાવ્યું હતું કે સ્વાઈન ફલૂથી ગભરાવાની જરૂર નથી પરંતુ સમયસરની સારવાર પરેજી અને ઉચિત દવાના અંતે ચોક્કસ પણે સ્વસ્થ બની શકાય છે સ્વાઇન ફ્લૂ જેવા રોગમાં વ્યક્તિની સારી રીતે સાર સંભાળ લેવા સાથે પૂરતો પૂરતો આહાર પણ સ્વસ્થ બનવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે આવા રોગમાં આયુર્વેદ શાસ્ત્ર પણ બહુ ઉપયોગી સાબિત થાય છે આથી લોકોએ બિલકુલ ગભરાવું નહીં પરંતુ યોગ્ય અને સાચી સારવાર થાય તે બાબત પર લક્ષ આપવું જોઈએ જો વ્યક્તિને સામાન્ય શરદી તાવ કે જવર જેવા લક્ષણો દેખાય એ વ્યક્તિએ બહાર આવવા જવાનું ટાળી મોઢે માસ્ક અથવા રૂમાલ બાંધી દેશી ઉપચારનો સહારો લેવો જોઈએ અને વધુ જરૂર જણાય નજીકના હોસ્પિટલમાં જઇને તબીબી સલાહ ચોક્કસ પણે લેવાથી આ રોગનું સંક્રમણ અટકાવી શકાય છે.