ભાવનગર એરપોર્ટ ઉપર આજે વ્માન ક્રેશ થયુ હોય ત્યારે બચાવ રાહત કામગીરી કેવી રીતે કરવી અને તેના ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવારમાં ખસેડવા સહિતની કામગીરી અંગે મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં ભાવનગર ફાયર બ્રિગેડ, સર.ટી. હોસ્પિટલ ડોકટરી ટીમ, એરપોર્ટ ફાયર તથા ઓથોરીટી સહિતની ટીમોએ સંદેશો મળતાની સાથે જ સંતોષકારક કામગીરી કરી હોવાનું વિમાનપતન નિર્દેશન સુધા આર. મુરલીએ જણાવ્યું હતું.