અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે તેઓ ચાહે છે કે યોગ્ય અને મદદ કરી શકનારા લોકો તેમના દેશમાં આવે અને કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે સીમામાં ઘૂસણખોરી કરે નહીં. ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ખાતે કહ્યુ છે કે તેઓ સરહદો પર ઘણાં કડક છે. લોકો અમેરિકામાં કાયદેસર રીતે આવે. લોકો યોગ્યતાના આધારે અમેરિકામાં આવે.
ગેરકાયદેસર ઈમિગ્રાન્ટ્સના મુદ્દાઓ પર પુછવામાં આવેલા સવાલોના જવાબમાં ટ્રમ્પે ભારપૂર્વક કહ્યુ છે કે તેઓ ચાહે છે કે અમેરિકામાં ઘણાં લોકો આવે. પણ યોગ્યતાના આધારે અમેરિકામાં ફરીથી સારી કાર કંપનીઓ આવી રહી છે. ગત ૩૫ વર્ષોમાં આવું થયું નથી. ફોક્સકોન જેવી કંપનીઓ છે.