સોશ્યલ મીડિયા પર ભડકેલી મી ટુની આગ ભલભલી જાણીતી હસ્તીઓને દઝાડી રહી છે. હવે મુંબઈની એક મોડેલે ફિલ્મ ડિરેક્ટર સુભાષઘાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મુંબઈના એક અખબારના અહેવાલ પ્રમાણે મોડેલે પોલીસ ફરિયાદમાં કહ્યુ હતુ કે ૬ ઓગસ્ટે સુભાષ ઘાઈએ મને પોતાની ઘરે બોલાવી હતી. જ્યાં પહેલાથી પાંચેક લોકો હાજર હતા. ઘાઈએ મને તેમનુ મસાજ કરવાની ફરજ પાડી હતી. એ પછી હું હાથ ધોવા ગઈ ત્યારે ઘાઈ પાછળથી આવીને મને એક રુમમાં વાત કરવા માટે લઈ ગયા હતા. જ્યા તેમણે મને કિસ કરવાની કોશીશ કરી હતી. મોડેલે કહ્યુ હતુ કે મેં ઘરે જવાની વાત કરી ત્યારે સુભાષ ઘાઈએ જણાવ્યુ હતુ કે તુ રાતે નહી રોકાય તો તને લોન્ચ નહી કરુ. આ પહેલા રાઈટર મહિમા કુકરેજાએ પણ સુભાષ ઘાઈ વિરુધ્ધ એક પોસ્ટમાં લખ્યુ હતુ કે એક પીડિતાએ મને કહ્યુ હતુ કે સુભાષ ઘાઈએ મને નશીલુ ડ્રિન્ક પીવડાવીને હોટલમાં મારા પર રેપ કર્યો હતો.
Home Entertainment Bollywood Hollywood સુભાષ ઘાઈએ મસાજ કરાવીને કિસ કરવાનો પ્રયાસ કર્યો, મોડેલે નોંધાવી પોલીસ ફરિયાદ