જાફરાબાદ તાલુકાના દરેક ૪ર ગામોની રૂબરૂ ખેડૂતોથી લઈ આમ આદમી સુધી ખાટલા પરિષદ યોજી અને લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે પ્રવાસ આયોજન થયેલ હોય જેમાં સાંસદ નારણભાઈ કાછડીયાના આ અતિ મહત્વના લોકસંપર્ક કાર્યક્રમમાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ જોડાતા અને એક એક ગામમાં બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહી ઠેર-ઠેર મળતો જબરો આવકાર જેમાં ગઈકાલે નાગેશ્રી વિસ્તારના કાગવદર, બાલાનીવાવ બન્ને કંથારીયા, મીઠાપુર, નાગેશ્રી, દુધાળા, ધોળાદ્રી, જુની જીકાદ્રી, પછડી ફાચરીયા લોર બન્ને માણસા હેમાળ શેલણા ટીંબી ભાડા, વડલી, કેરાળા, ચિત્રાસર રોહીસા સાથે ધારાબંદર, બલાણા સહિત તમામ ગામોમાં નારણભાઈને મળતો જબરો પ્રતિસાદ તેમજ હીરાભાઈ સોલંકી સાથે લોઠપુર, લુણસાપુર, વાંઢ તેમજ નારણભાઈ કાછડીયાએ બાબરકોટ, વારાહ સ્વરૂપ, ભાંકોદરના તમામ ખેડૂતોથી આમ આદમી સુધીની તેની દરેક સમસ્યાનો હલ થવા યોગ્ય સ્થળ પર જ નિકાલ અને બીજા પ્રશ્નોની કાર્યવાહી શરૂ કરાઈ. આ અતિ મહત્વના નારણભાઈ કાછડીયા સાંસદ સાથે ચેતનભાઈ શિયાળ, ભાવેશભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, જિલ્લા પંચાયત પુનાભાઈ ભીલ, રાજુલા માર્કેટ યાર્ડ ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, સરમણભાઈ બારૈયા, ચંદુભાઈ પટેલ, મનુભાઈ વાજા, શિવરાજભાઈ કોટીલા, સુકલભાઈ બલદાણીયા, યુવા ભાજપ તાલુકા પ્રમુખ કુલદિપભાઈ વરૂ, કનુભાઈ વરૂ-નાગેશ્રી, હરેશભાઈ વરૂ, પ્રવિણભાઈ વરૂ, મયલુભાઈ ખુમાણ હેમાળ સરપંચ, જીકાદ્રી જુની સરપંચ પ્રકાશભાઈ વરૂ, નવી જીકાદ્રી આલકુભાઈ વરૂ, મહેશભાઈ વરૂ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનોએ સ્વાગત સાથે સન્માનિત કર્યા બાદ એક એક ગામની જનતાના પ્રશ્નોની વિગતવાર વ્યક્તિગત નોંધ કરી એક સેવા સેતુ જેવો જબરો કાર્યક્રમ યોજાયો હતો.