પાલીતાણા હૈદરશાબાપુની દરગાહે પ્રથમ ચાદર ઉમરાળાવાળા જૈન વણીક પરિવારની ચડે છે

849

કોમી એકતાનું અનોખુ દ્રષ્ટાંત પાલીતાણા શહેરમાં શેત્રુંજય ડેમ તરફ જતા રોડ પર આવેલ હૈદરશા બાપુની દરગાહ આશરે ત્રણસો સતાવન વર્ષથી અસ્તિત્વ છે. આ દરગાહમાં મુસ્લિમ ઉપરાંત હિન્દુ પણ સલામ કરે છે. આ ઉર્ષ શરીફ પ્રસંગની વિશેષતા એ છે કે હૈદરશાબાપુને ચડાવવામાં આવતી ચાદરોમાં પહેલી ચાદર ચઢાવવામાં ઉમરાળાવાળા જૈન વણીક મહેતા કુટુંબને મળે છે. મહેતા કુટુમ્બ છેલ્લા ૩પ૭ વર્ષથી આ ચાદર ચઢાવે છે. આ મહેતા કુટુમ્બના વંશજો ગુજરાત, મહારાષ્ટ્રમાં વસતા હોવા છતા પણ ઉર્ષમાં હાજર રહીને પરંપરાગત ચાદર ચઢાવે છે. મહેતા કુટુંબના ઠાકર જેચંદથી અત્યારની પેઢી સુધી સળંગ આ પ્રસંગમાં હાજર રહી ઉર્ષના સાક્ષી બને છે. દરગાહનો ઉર્ષ શરીફનો પ્રસંગ સફર મહિનાની છઠ્ઠી તારીખે ઉજવવામાં આવે છે. ઉર્ષના દિવસે મુસ્લિમ બિરાદરો ઉપરાંત હિન્દુ પણ પોતાના પરિવાર સાથે દાદાના નિયાજ લે છે.

ઉલ્લેખનિય છે કે, દરગાહમાં મહેતા પરિવારની સ્ત્રીઓ માટે પ્રવેશ કરી શકે છે. જ્યારે અન્ય સ્ત્રીઓ માટે પ્રવેશ પર મનાઈ છે. હૈદરશા બાપુના ઉર્ષના દિવસે ઉમરાવાળા મહેતા કુટુંબ તરફથી પહેલી ચાદર ચઢાવવામાં આવતી હોવાના કારણે વાણીયાના પીર તરીકે ઓળખવામાં આવે છે. હઝરત પીર રોશન ઝમીર હૈદરશાબાપુનો ઉર્ષ શરીફ તા.૧૬-૧૦ને મંગળવાર નમાઝે ઈશા સંદલ શરીફનો પ્રોગ્રામ રાખેલ છે. તા.૧૭ને બુધવારે નમાઝે ઈશા શાનદારે તકરીરનો પ્રોગ્રામ તા.૧૮ના રોજ ધાર્મિક કાર્યક્રમ હોય આમ ત્રણ દિવસનો ઉર્ષ ઉજવણીના કાર્યક્રમો થશે.

Previous article સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણમાં હાજર રહેવા યોગીને આમંત્રણ
Next articleમેંદરડા નાગલનેસ ધામે મનુમાના આશ્રમે શનિવારે મહાયજ્ઞ, સંતવાણી