બોટાદ જીલ્લા ના રાણપુર પાસે લિંબડી રોડ ઉપર જાગતા મેલડી માં નુ મંદીર આવેલુ છે આ મંદીર સાથે ભક્તો ને છેલ્લા પંદર વર્ષથી આસ્થા જોડાયેલી છે આ જાગતા મેલડી માં એ દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અહી આવતા તમામ ભક્તો માટે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં છે જાગતા મેલડી માં ના ભુવા અને માતાજી ના સેવક કાંતાબેન મકવાણા અને તેમના પતિ ભીખાભાઈ મકવાણા આશરે પંદર વર્ષ પહેલા બોટાદ થી વસ્તડી સામા કાંઠાના મેલડી માંએ કાયમ જતા હતા અને તેમનુ મોટરસાઈકલ પેટ્રોલ વગર ચાલતુ હતુ ત્યારે રસ્તા માં અચાનક મોટરસાઈકલ બંધ થતા કાંતાબેન મકવાણા ને આભાસ થયો અને બાજુમાં આવેલ ખાળીયા માં ગયા અને ત્યા મેલડી માં પ્રગટ થયા હતા. પંદર વર્ષ પહેલા એક નાની એવી દેરી હતી અને આજે ભવ્ય મંદીર નુ નિર્માણ થયુ છે. ચાર ગામને સીમાડે આવેલુ આ જાગતા મેલડી માં ના મંદીરે કોઈ દોરાધાગા કે કોઈ પણ જાતનુ જોવામાં આવતુ નથી ભક્તોનની તમામ માનતા જાગતા મેલડી માં પરીપુર્ણ કરે છે.