ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પ્રેરિત શક્તિ પ્રોજેકટનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિર્ધારિત કરેલ લક્ષ્યાંક પ્રમાણે સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે અને ભાવનગર શહેર જિલ્લામાં એક નંબરે કાર્યકર્તાઓના રજીસ્ટ્રેશન કરાવ્યા તે બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રી તરીકે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલની વરણી કરેલ. સાથે ભાવનગર જિલ્લા, અમરેલી જીલ્લા, દેવભુમિ દ્વારકા, પોરબંદર જિલ્લા, જામનગર શહેર જીલ્લા, જુનાગઢ શહેર જીલ્લા, શક્તિ પ્રોજેકટના પ્રભારી તરીકે નિયુક્તિ કરાયેલ.