ચપટી ભરી ચોખાને ઘીનો છે દિવડો, મીંઢળની જોડ લઈને રે….

1346

માં આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રી મહોત્સવ આસ્થાભેર ઉજવાઈ રહ્યો છે.ભ ાવનગર શહેરમાં ઠેર-ઠેર વિવિધ યુવક મંડળો, જ્ઞાતિઓ દ્વારા નવરાત્રી રાસ-ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી રહ્યા છે. જેમાં બ્રહ્મક્રાંતિ સંઘ દ્વારા સંતકંવરરામ હાઈસ્કુલ સરદારનગર ખાતે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. જયારે ભાવનગર ગરાસીયા સમાજ દ્વારા ગરાસીયા સમાજની બહેનો માટે એવી સ્કુલ મેદાનમાં રાસ-ગરબા કાર્યક્રમ યોજાયો છે. તેમજ ભોળાનાથ મિત્ર મંડળ દ્વારા ભોળાનાથ સોસાયટી સુભષાનગર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આધુનિક ઓરકેસ્ટ્રાના સથવારે ભાઈઓ-બહેનો અવનવા સ્ટેપ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. નવરાત્રીના હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા હોય રાસ-ગરબા કાર્યક્રમોમાં ખુબ જ ગીર્દી થઈ રહી છે.

Previous articleતળાજામાં વહેલી સવારે યુવાનની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા
Next articleસંવેદનાની સંપત્તિનો સમૃદ્ધ માલિક ઉત્તમ રાજવી પૂરવાર થાય છે