ગાંધીનગર સેકટર – ૬ ખાતે આવેલ સત્યાગ્રહ છાવણી ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘે આજે ધરણાનો કાર્યક્રમ યોજયો હતો. સંઘની માંગણીઓમાં મુખ્યત્વે સંઘને સ્વાયત્તતા આપવી તથા વર્ષ ૧૯૯૬ થી નોકરી કરતાં તમામ શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે તે મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંઘમાં ચૂંટણીઓ નહી યોજી હોવાથી રાજય સરકારે ચૂંટણી યોજવાની નોટિસ પણ આપી છે.