દામનગર શહેરના સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા નોટ બંધીને કાળા દિવસ તરીકે ઉજવ્યો દામનગર સરદાર ચોક ખાતે ગતરાત્રે ૮-૩૦ કલાકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અંધકાર દૂર કરતો સંદેશ આપ્યો દરેકના હાથમાં દીવો લઈ નોટ બંધીને કાળા દિવસ તરીખે એક વર્ષ પુરુ થતા આજે સરદાર ચોક ખાતે એમ. ડી. માંજરિયાની આગેવાની હેઠળ નોટ બંધીથી દેશને થયેલ આર્થિક નુકશાની અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલ નોટ બંધીને આત્મ હત્યા સાથે સરખાવતા નોટબંધીથી અનેકો રીતે દેશને થયેલ નુકશાન વધેલ બેરોજગારી વેપાર ઉદ્યોગની અવદશા સહિતની બાબતોને અકડાકીય ઉલ્લેખો સાથે કાર્યકર્તાઓ દ્વારા આપેલ. દામનગર શહેર આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ અંધકારને દૂર કરવા દિવાના પ્રકાશથી ઉજાસ આપવાનો પ્રયાસ નોટ બંધીને અંધકાર ગણાવ્યો જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ નેતાઓ બહાર આવી રહ્યા છે વરસાદમાં દેડકા બહાર આવે તેમ પ્રજાના તારણહાર બનતા રાજકીય પક્ષોમાં આમ સામાન્ય જનતાની રસ ભાજપ હોય કે કોંગ્રેસ કે આમ આદમી કોઈ પણ રાજકીય પાર્ટીને જોઈતી જન મેદની મળતી નથી ગણ્યા ગાંઠ્યા કાર્યકર્તાઓ સાથે અવનવી તરકીબો સાથે પ્રચાર થવા લાગ્યો છે પણ જનતા નીરસ છે.