મુંબઈમાં ૨૦ વર્ષીય મૉડલ માનસી દીક્ષિતની મુસ્લિમ મિત્રએ જ હત્યા કરી

940

એક તરુણીનો મૃતદેહ ગઈ કાલે અહીં મલાડ (વેસ્ટ) ઉપનગરમાં એક બેગમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવતીનું નામ માનસી દીક્ષિત હતું, એ રાજસ્થાનની રહેવાસી અને ૨૦ વર્ષીય મોડેલ હતી.

મૃતકની હત્યા માટે એનાં મિત્રની ધરપકડ કરવામાં આવી છે. મલાડમાં માઈન્ડ સ્પેસ કંપનીની ઓફિસ પાસે સોમવારે સાંજે એક લાવારીસ બેગ મળી આવી હતી. પોલીસને તરત જાણ કરાઈ હતી અને તપાસ કરતાં એમાંથી તરુણીનો મૃતદેહ મળી આવ્યો હતો.

અહેવાલ અનુસાર, પોલીસે આ હત્યાના સંબંધમાં મુઝમ્મીલ સઈદ નામના ૨૦ વર્ષના એક છોકરાની ધરપકડ કરી છે. કેસમાં પોલીસ તપાસ હજી ચાલુ છે.

મુઝમ્મીલ મૂળ હૈદરાબાદનો છે. તે અને માનસી ઓશિવરા (જોગેશ્વરી)ના ફ્લેટમાં સાથે રહેતાં હતાં. સોમવારે બપોરે બંને વચ્ચે મોટો ઝગડો થયો હતો. ગુસ્સામાં આવીને મુઝમ્મીલે માનસીનાં માથા પર લોખંડના સળીયાથી પ્રહાર કર્યો હતો. ત્યારબાદ ગળું દબાવીને એને મારી નાખી હતી. એ પછી ઘરમાં પડેલી એક બેગમાં માનસીનો મૃતદેહ પેક કર્યા બાદ એણે મોબાઈલ ફોન પરથી ટેક્સી બુક કરાવી હતી. ટેક્સીમાં બેસીને એ મલાડ ગયો હતો. ત્યાં ઝાડી-ઝાંખરાવાળી એક જગ્યાએ બેગ ફેંકીને એ પલાયન થઈ ગયો હતો.

Previous articleલાહોરના મહારાજાએ ઇંગ્લેન્ડની મહારાણીને દબાણમાં આપ્યો હતો કોહિનૂર : ખુલાસો
Next articleકાશ્મીરમાં છેલ્લા ૨૦ વર્ષમાં કેસરની ખેતી ૫૦ ટકા ઘટી