અભિનેતા રણવીર સિંહના ચાહકો તેની એક્શન ફિલ્મ સિમ્બાને લઇને ઉત્સુક છે. કારણ કે આ ફિલ્મમાં તે એક અલગ અવતારમાં નજરે પડનાર છે. રોહિત શેટ્ટી પણ ફિલ્મને લઇને વ્યસ્ત છે. રણવીર પોતે રોહિત શેટ્ટી સાથે ફિલ્મ મળતા ભારે ખુશ છે. કારણ કે રોહિતની ફિલ્મો ક્યારેય ફ્લોપ થતી નથી. બીજી બાજુ ફિલ્મમાં સારા ખાન તેની સાથે કામ કરી રહી છે. હવે પોલીસ અધિકારીની ભૂમિકા કરી રહ્યો છે. સિમ્બા નામની ફિલ્મ બનાવવામાં આવી રહી છે. અજય દેવગનની સાથે સિંઘમ અને સિંઘમ રિટર્ન જેવી સફળ ફિલ્મ બનાવી ચુકેલા રોહિત શેટ્ટી હવે નવી ફિલ્મને લઇને તમામ તૈયારી કરી ચુક્યા છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે અભિનેત્રી તરીકે કોણ રહેશે તે અંગે વ્યાપક વિચારણા કરવામાં આવ્યા બાદ આખરે સારા ખાનને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં રણવીરના પાત્રનુ નામ સમગ્રામ ભલેરાવ રહેશે. આ સમાચારને પોતે રણવીર અને રોહિત શેટ્ટીએ સમર્થન આપ્યુ છે.