ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ પાંચ મેચોની વન ડે સિરીઝમાં વધુ એક રેકોર્ડને ધ્વસ્ત કરી શકે છે. કોહલી વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની શકે છે. જોકે આ રેકોર્ડ સચિન તેંદુલકરનાં નામે છે અને કોહલીએ તેનાથી આગળ નિકળવા માટે ૧૮૬ રનની જરૂર છે.
સચિને વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ ૩૯ વન-ડે મેચોમાં ૫૨.૭૩ની સરેરાશથી ૧૫૭૩ રન બનાવ્યા. આ દરમિયાન સચિને ચાર સદી અને ૧૧ હાફ સેંચુરીની લગીવી છે.
કોહલીએ વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ અત્યાર સુધીમાં કુલલ ૨૭ વન-ડે મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે ૬૦.૩૦ની ધમાકેદાર સરેરાશથી ૧૩૮૭ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ચાર સદી અને ૯ હાફ સેંચુરી પણ બનાવી છે. આ લિસ્ટમાં ત્રીજા ક્રમાંકે ભારતીય ક્રિકેટનો દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડ છે. દ્રવિડે ૪૦ મેચોમાં ૪૨.૧૨ની સરેરાશથી ૧૩૪૮ રન બનાવ્યા છે. દ્રવિડે વેસ્ટઇન્ડિજ વિરૂદ્ધ ત્રણ સેંચુરી અને ૮ હાફ સેંચુરી બનાવી છે. ૨૭ મેચોમાં ૧૧૪૨ રન સાથે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ચોથા ક્રમાંકે છે. તેને ૪૭.૫૮ની બેટિંગ સરેરાશથી રન બનાવ્યા છે. ગાંગુલીએ આ દરમિયાન ૧૧ હાફ સેંચુરી પણ ફટકારી છે. સચિન તેંદુલકર, કોહલી, દ્રવિડ અને ગાંગુલી આ ચાર ભારતીય બેટ્સમેન છે, જેમણે વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ વન-ડે ક્રિકેટમાં ૧૦૦૦ થી વધારે રન બનાવ્યા છે.