માણેકપુરમાં ૧૧૦ વર્ષ કરતાં જૂની માંડવીએ આજે પણ ગરબાની પરંપરા યથાવત છે. પહેલાના સયમ ગામમાં નાયકો રામલીલા ભજવવા આવતા અને બેથી ત્રણ મહિના ગામમાં જ રહેતા.
જેમાં રામલીલા ગાયન કટ કરાવવા માટે ગામના લોકોને ખર્ચો થતો. ત્યારે ઠાકોર સાહેબ પ્રવિણસિંહજી લક્ષ્મણસિંહજીને ૧૯૦૫-૦૬ની સાલમા સમગ્ર ગામનું હિત કરવા હેતુથી વિચાર આવ્યો અને તેમને સમસ્ત ગામના અગ્રણી નાગરીકોને ભેગા કરી આ માંડવીની સ્થાપના કરી. ગામનાં પૈસા બચાવવા માટે આ મંડળનુ આયોજન કરવામાં આવ્યું. આજે આ મંડળને ૧૧૦ કરતા પણ વધારે વર્ષ થઈ ચૂક્યા છે. આ મંડળમાં કોઈપણ પ્રકારનો નાત-જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી.