બાળા પર દુષ્કર્મ કરનાર નરાધમને પકડવા સિહોરના કલે.ને આવેદન

780
bvn1011-2017-6.jpg

શહેરના બોરતળાવ મફતનગર વિસ્તારમાં રહેતી સાત વર્ષની બાળા પર કોઈ નરાધમે એક માસ પૂર્વે દુષ્કર્મ કરી નાસી છુટ્યો છે. જે બનાવ અંગે પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે છતાં આજદિન સુધી બાળા પર દુષ્કર્મ કરનાર શખ્સને પોલીસ ઝડપી શકી નથી. આ ગંભીર બનાવ સંદર્ભે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આજરોજ સિહોર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી ૧પ દિવસમાં જો દુષ્કર્મી નહીં ઝડપાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ, રેલી, ધરણા અને જરૂર પડે રસ્તા રોકો આંદોલન સહિતના કાર્યક્રમો અપાશે તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે સાથે ગુજરાત જનચેતના પાર્ટીના આગેવાનો દ્વારા રાજકિય પક્ષની સભા કે સરઘસ નહીં થવા દેવાની ચિમકી આપી છે.

Previous articleનારી ચોકડીથી બોરતળાવ સુધીમાં આડેધડ હોર્ડીંગ્સથી લોકો મુશ્કેલીમાં
Next articleપાલિતાણામાં સ્ટેટ વિજીલન્સે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો