રાજુલા તાલુકાના ઉચૈયા ગવામે સરપંચ પ્રતાપભાઈ બેપારીયા તથા ઉપસરપંચ દિલુભાઈ ધાખડા દ્વારા ગામમાં અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે અને હજુ કેટલાક કામો ચાલી રહ્યાં છે.
ઉચૈયા ગામના મુખ્ય ચોક, વોર્ડ નં.૩, વોર્ડ નં.૮, વોર્ડ નં.૪, વોર્ડ નં.૭, વોર્ડ નં.૧ સહિતના બ્લોક રોડના કામો કરાયા, પ૦ સોલાર લાઈટ અને ૧પ એલઈડી લાઈટો નખવાઈ, દલીતવાસમાં ગટરના કામ કરાયા, મોક્ષધામમાં દિવાલ તથા જાળી મુકવવા ઉપરાંત વૃક્ષારોપણ કરાયું, પાણીની પાઈપલાઈન નખાવાઈ, નવું બસ સ્ટેન્ડ, શાળાના બાળકો માટે રમતના સાધનો, ધોબીઘાટની મરામત સહિતના કામો કરવામાં આવ્યા છે.