જે.કે.સરવૈયા કોલેજ દ્વારા સ્વસ્થ ભારત અંગે કાર્યક્રમ

980
bvn1011-2017-8.jpg

જે.કે.સરવૈયા કોલેજના કોલેજ ખાતે બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓએ નિર્માણ કૈન્દ્ર પ્રવૃતિ દ્વારા સ્વસ્થ ભારત વિષય અંગે ભાવનગર તાલુકાના ગામડાઓમાં નાના બાળકોને રસીકરણ અને વિદ્યાર્થીઓને વ્યસન મુકિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વ્ચ્છતા, આરોગ્યની સ્વસ્થતા અને વ્યસન મુકિત અંગે દરેક બાળકો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં બાળકોના સ્વસ્થ આરોગ્ય માટે નાના બાળકોને રસીકરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સ્વયમ સંચાલિત સ્વચ્‌ઋતાનો કાર્યભાર સંભાળી પોતાની અવનવી જવાબદારી નિભાવી હતી. 

Previous articleપાલિતાણામાં સ્ટેટ વિજીલન્સે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
Next articleઆંતર કોલેજ સ્કવોશ સ્પર્ધામાં નંદકુંવરબા કોલેજ ચેમ્પિયન