નંદાસણ પાસે ઓવરબ્રિજનું કામ ચાલતું હોઇ અવાર નવાર ટ્રાફિકજામ થાય છે. ઉમાનગર પાસે બે કલાક સુધી ટ્રાફિકજામ થઈ જતાં વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. નંદાસણ હાઈવે ચાર રસ્તા નજીક ઉમાનગરથી ટ્રાફિકને હાઈવેથી સર્વિસ રોડ પર ડાયવર્ટ કરાયો છે. મંગળવારે સાંજે સર્વિસ રોડ પર આડેધડ લારીઓ અને રોંગસાઈડ વાહન ચાલકોને કારણે બે કલાક સુધી ટ્રાફિક સર્જાયો હતો. ટ્રાફિકમાં ફસાયેલી ત્રણ એમ્બ્યુલન્સને લક્ષ્મીપુરાના સેવાભાવી યુવાનો નરેન્દ્રભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, આનંદપુરા સરપંચ જીતુભાઈ પટેલ સહિતે ભારે જહેમત બાદ બહાર કઢાવી હતી. જિલ્લા પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં બે કલાક બાદ પોલીસ આવી હતી. સાતમ-આઠમ તથા દશમના તહેવારને લઈ ઉ.ગુ.તરફ ટ્રાફિક મોટા પ્રમાણમાં રહેતો હોઇ અહીં ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવા માંગ કરાઇ છે.