સિહોર ગણપુલે મહિલા મંડળના રાસગરબા

770

સિહોરની જુની અને જાણીતી સંસ્થા પ.બ. ગણપુલે મહિલા મંડળ દ્વારા આયોજીત માત્ર બહેનો માટે ગરબાનું આયોજન કપોળ વાડી ખાતે પ દિવસ માટે કરવામાં આવેલ. જેમાં શહેરની મોટાભાગની બહેનોએ ભાગ લીધેલ હતો. રોજેરોજ કોઈએ અલગ ટ્રેડિશનલ ડ્રેસ તો વળી કોઈએ ગોવાલણ, રબારણ ડ્રેસ પહેરી સુંદર આકર્ષણ જમાવ્યું હતું ત્યારે છેલ્લા દિવસે મહિલા મંડળના સંચાલકો દ્વારા રાસગરબામાં બેસ્ટ ગરબા હરીફાઈમાં વિજેતાઓને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા.

Previous articleરાજ્યમાં ટેકાના ભાવે પાકની ખરીદીનો પ્રારંભ
Next articleજીવનનગર પ્રાચીન ગરબીમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના – ડૉ. કથીરીયા