મહુવા તાલુકા કીસાનસંઘ દ્વારા તાલુકા પ્રમુખ દેવસુર ગઢવી અધ્યક્ષ સ્થાને મામલતદાર કનેરીયાને તાલુકાભરના ખેડૂતોની બહોળી સંખ્યામાં હાજરી સાથે ખેડુતોનો ૧૦૦ ટકા વિમો જમીનોરી સર્વે કૃષી જોડાણ ટેકાના ભાવો સહિત મુદ્દાઓ સાથે આવેદનપત્ર અપાયું હતું.
મહુવા તાલુકા કિસાનસંઘ દ્વારા તાલુકા પ્રમુખ દેવસુરભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને બહોળી સંખ્યામાં તાલુકાના ખેડૂતો સાથે ઉપપ્રમુખ ભીખુભાઈ કામળીયા કોષધ્યક્ષ રામભાઈ વાળા, મહામંત્રી લાલુભાઈ ગજેરા દ્વારા મહુવા તાલુકાને અછતની પરિસ્થિતિએ પાક વીમો ૧૦૦ટકા મળવો, ખેત જણસોને ટેકાના ભાવે, ખાતરના ભાવમાં નિયંત્રણ, જમીનને ફરીવાર માપણી બાબતે રીસર્વે કરાવવો, ખેડુતોને વાડીના વિજ જોડાણો આપવા સહિતના વિધ મુંજવતા ખેડૂતોના પ્રશ્નોનો તત્કાલ અમલ કરવા બાબતે મામલતદાર કનેરીયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.