૧૧ માસના બાળકનું માતા સાથે મિલન કરાવતી બોટાદ અભયમ્‌

719

આજરોજ બોટાદ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદથી ૧૧ માસના બાળકનું તેની માતા સાથે મીલન થવા પામેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ શહેરમાં જવાહરનગરમા રહેતી એક પરણીત સ્ત્રીને તેના સાસરીયાઓ દ્વારા ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકેલ હતીં અને સાસરીયા દ્વારા પરણીત સ્ત્રીના ૧૧ માસ ના બાળકને પણ છીનવી લેવામાં આવેલ હતું. અને પરણીત સ્ત્રી તેના પિયર તળાજા તાલુકાનાના શોભાવત ગામે રહેતી હતી. અને મહીલા દ્વારા પોતાનું બાળક મેળવવાં  બોટાદ મહિલા હેલ્પલાઇન મદદ માંગતા બોટાદ ૧૮૧ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર ખુશખુ બેન પટેલ કોન્સ્ટેબલ અસ્મિતા બેન તથા પાયલોટ નીલેશ ભાઇ ચુડાસમાનાઓ પીડીત મહિલાને સાથે લઇ તેની સાસરીયામા જયને ત્યાં સાસરીયાઓની સાથે વાત ચીત કરીને સમજાવટ કરી રાજી-ખુશી થી ૧૧ માસ ના બાળકને તેની માતા સાથે મીલન કરવામાં આવેલ. આમ બોટાદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા પ્રશંસનીય કમગીરી કરવામાં આવી હતી.

Previous articleરાજુલા તાલુકા કિસાનસંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્ને આવેદન અપાયું
Next articleરાણપુર પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી રાસ-ગરબાનું આયોજન