સમગ્ર ભારતમાં પવિત્ર તહેવાર નવલી નવરાત્રીની ભક્તિભાવ પુર્વક ઉજવવામાં આવે છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં પોલીસ પરિવાર દ્વારા માં ખોડલ ના ચોક માં વર્ષોથી નવરાત્રીનુ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ રાણપુર પોલીસ પરિવાર દ્વારા નવલી નવરાત્રીનુ કંઈક અલગ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં માં ખોડલ ના ચોક માં ગરબા રમવામાં આવે છે જેમા ફકત બહેનો નેજ ગરબે રમવા દેવામાં આવે છે અને ખુબજ મોટી સંખ્યામાં બહેનો ગરબે રમતા જોવા મળે છે ગરબે રમતા તમામ બહેનોને નવ દીવસ સુધી પોલીસ પરિવાર દ્વારા દરોજ અલગ અલગ પ્રકારની વસ્તુઓની લાણી કરવામાં આવે છે તથા હાજર તમામ લોકોને દરોજ ગરમા ગરમ નાસ્તો આપવામાં આવે છે આ અલગ પ્રકાર ના આયોજન થી તમામ બહેનોમાં ખુબજ ખુશી જોવામળે છે જ્યારે નવરાત્રી ના છેલ્લા દિવસે માં ખોડલ ના મંદીરે હવન કરવામાં આવે છે આવા સુંદર આયોજનના લીધે રાણપુર પોલીસ પરિવારની રાણપુર શહેર માં ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે અને તેમના આવા આયોજનના લીધે લોકો રાણપુર પોલીસ પરિવાર ને બિરદાવી રહ્યા છે