મિલ્કમેન ઉપન્યાસ માટે લેખિકા અન્ના બર્ન્સને મેન બૂકર એવોર્ડથી સન્માનિત કરાયા

802

નોર્થ આર્યલેન્ડની લેખિકા અન્ના બર્ન્સ (૫૬)ને મેન બૂકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તેને આ એવોર્ડ મિલ્કમેન ઉપન્યાસ માટે આપવામાં આવ્યો છે. આ એવોર્ડ મેળવનાર અન્ના નોર્થ આઇલેન્ડની પ્રથમ લેખિકા છે.

અન્નાને ૫૨,૫૦૦ પાઉન્ડ (૫૦ લાખ ૮૫ હજાર રૂપિયા) ઇનામમાં પણ આપવામાં આવ્યા છે. બુકરના ૪૯ વર્ષના ઇતિહાસમાં આ પુરસ્કાર મેળવનાર અન્ના ૧૭મી અને ૨૦૧૩ બાદ પ્રથમ મહિલા છે.

મિલ્કમેનમાં એક યુવતીને પરણિત વ્યક્તિ સાથે પ્રેમ થઇ જાય છે. ત્યારબાદ નોર્થ આર્યલેન્ડમાં બંનેએ રાજકીય વિરોધનો સામનો કરવો પડે છે. લંડનમાં થયેલા સમારંભમાં અન્નાને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

જજની પેનલની આગેવાની કરનાર ક્વામે એન્થની અપૈયાએ જણાવ્યું કે, અન્નાએ પોતાના પુસ્તકમાં જે લખ્યું, એવું અમે પહેલાં ક્યારેય નથી વાંચ્યુ. તે પોતાના લેખનમાં પારંપરિક વિચારને પડકાર આપતી જોવા મળે છે.

અપૈયાએ વધુમાં કહ્યું કે, મિલ્કમેન ઉપન્યાસ ક્રૂરતા, યૌન અતિક્રમણ અને પ્રતિરોધી હાસ્યની સાથે થાકી ગયેલા વિરોધની વાર્તા છે. જે વિભાજિત સમાજમાં વ્યક્તિના કપટપૂર્ણ સ્વરૂપોની શોધ કરે છે.

અન્ના બ્રિટનના સસેક્સમાં જ રહે છે. મિલ્કમેન એવી યુવતી પર કેન્દ્રિત છે જે એક રૂઢીવાદી સમૂહમાં અફવા, સામાજિક દબાણ અને રાજનીતિની મદદથી પોતાનો રસ્તો શોધે છે.

Previous articlePNB કૌભાંડ : ચોક્સી અને અન્યોની જંગી સંપત્તિ કબજે
Next articleઅલ્હાબાદમાં છોટા રાજનના શાર્પ શૂટરની દુર્ગા પૂજાના પંડાલમાં હત્યા