મીરાકુંજ ખાતે યોજાયેલ સ્નેહમિલનમાં સાંસદ, ધારાસભ્ય, મેયરની ઉપસ્થિતિ

753
bvn1011-2017-16.jpg

ગુજરાત રાજ્ય કોળી સેના દ્વારા ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પરશોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને તેમના નિવાસસ્થાન મીરાકુંજ ખાતે યોજાયેલા સ્નેહમિલનમાં સાંસદ, ધારાસભ્ય, મેયર, શહેર પ્રમુખ સહિત રાજકિય આગેવાનો, કાર્યકરો તેમજ શુભેચ્છકો અને નગરજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચુકી છે ત્યારે દિવાળી બાદ ભાવનગર આવેલા મંત્રી પરશોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને ગુજરાત કોળી સેના દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર નિમુબેન બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, આર.સી. મકવાણા, શંકરમલ કોકરા, છોટુભાઈ વસાવા, હિતેષ મલુકા, ગેમાભાઈ ડાંગર, માસભાઈ આહિર, અરવિંદભાઈ ડાભી, ડી.ડી. ગોહિલ, આણંદભાઈ ડાભી, નરેન્દ્ર ચાવડા, અમુલભાઈ ચૌહાણ, કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશ સોલંકી તેમજ ભાજપના હોદ્દેદારો, કોળી સેનાના હોદ્દેદારો, કાર્યકરો, નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleઆચારસંહિતાના નામે ઉદ્યોગપતિઓને હેરાન કરાતા હોવાની ચેમ્બરની ફરિયાદ
Next articleઅમદાવાદમાંથી ૬ કિલો ચરસ સાથે બે ઝડપાયા