સામાન્ય રીતે દશેરામાં કોણ જાણે કયાંથી પણ ફાફડા-જલેબી જાપટવાનો રિવાજ કેટલાય સમયથી પડેલો હતો. આ વખતે પણ અનેક નફાખોરીવાળા વેપારીઓએ મંડપો બાંધી ફાફડા-જલેબી વેચવાની તૈયારીઓ કરી હતી. પરંતુ આ વખતે મોંઘવારી હોય કે લોકોનો ટ્રેન્ડ બદલાયો હોય. ગમે તેમ પરંતુ ફાફડા-જલેબી માટેની જોવા મળતી લાઈનો અર્દશ્ય થઈ ગયેલી જોવા મળતી હતી.
સામાન્ય રીતે કરોડો રુપિયાના ફાફડા-જલેબી નગરજનો જાપટી જતાં હોયવાનો અંદાજની સામે અડધા ધંધા થઈ ગયાનું વેપારીઓ જણાવી રહ્યા હતા.
વેપારીઓની નફાખોરી પણ માઝા મુકે તેી છે ૬૦ રૂપિયાના બેસનના ઉતરી ગયેલા ભાવ છતાં ફાફડા ૪પ૦ રૂપિયાના કિલો વેચી નફાખોરી કરનાર વેપારીઓમાં નફામાં ગાબડા પડેલા જોવા મળતાં હતા. પ્રજાએ જાણે ફાફડા-જલેબીના ટ્રેન્ડને બદલી નાખ્યો હોય તેમ ચોળાફરી – અન્ય નાસ્તા તરફ વળ્યા હતા.