શિવસેના ગુજરાત વિધાનસભા ચૂંટણી લડશે, ૫૦-૭૫ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખશે

808
guj10112017-9.jpg

મુંબઈ/અમદાવાદ – શિવસેનાએ જોરદાર પલટી મારી છે. એણે ભાજપશાસિત ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આ વિશેની સત્તાવાર જાહેરાત આજે સાંજે ચાર વાગ્યે અમદાવાદમાં કરવામાં આવશે. શિવસેનાનો આ નિર્ણય ભાજપ માટે કડવા પડકાર સમાન છે. શિવસેનાએ ગુજરાતમાં ભાજપની સંગાથમાં નહીં, પણ પોતાના જોરે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. પક્ષના સંસદસભ્ય અને સચિવ અનિલ દેસાઈના જણાવ્યા મુજબ શિવસેના ગુજરાતમાં ૫૦થી ૭૫ જેટલી બેઠકો પર ચૂંટણી લડવા વિચારે છે. ગુજરાતમાં શિવસેનાનું કંઈ ઉપજતું  નથી, પણ ભાજપનો ભાગીદાર હોઈ એનું અમુક મહત્વ જરૂર છે. મહારાષ્ટ્રમાં ભાજપના વલણથી નારાજ શિવસેનાએ હવે છેલ્લા અમુક વખતથી ભાજપ-વિરોધી ભૂમિકા શરૂ કરી છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની સંયુક્ત સરકાર છે, પરંતુ શિવસેના પક્ષ અવારનવાર જાહેરમાં ભાજપની નેતાગીરી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયોની ટીકા કરતો આવ્યો છે. ગુજરાતમાં શિવસેના શાસક ભાજપની સામે કયો મુદ્દો ઉઠાવે છે જોવાનું રસપ્રદ બનશે.

Previous articleભાજપ-કોંગ્રેસમાં ઉમેદવારો પર કોણ મંજૂરીની મહોર મારશે ?
Next articleઅનામત વગર પણ વ્યક્તિ આગળ વધી શકેઃ સામ પિત્રોડા