જાફરાબાદ લાયન્સ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ ઉત્સવ યોજાયો

754

જાફરાબાદ ખાતે મોટા ઉંચાણીયા વિસ્તારમાં છેલ્લા ૪૦ વર્ષથી લાયન્સ ગ્રુપ મિત્ર મંડળ આયોજીત નવલા નોરતામાં ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબી હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમાન છે. આ વિસ્તારમાં રહેતા તથા હિન્દુ-મુસ્લિમ સમાજના સહયોગ અને પ્રદાનથી આ ગરબીનું આયોજન થાય છે. આ ગરબીમાં આ વિસ્તારના નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ચેતનભાઈ શિયાળ તરફથી ઈનામોનું વિતરણ કરવામાં આવેલ. લાયન્સ ગ્રુપ મિત્ર મંડળના પ્રમુખ કમલેશભાઈ બારૈયાના માર્ગદર્શનથી ઉજવાય છે. આ વિસ્તારમાં રહેતા એચ.એમ. ઘોરી, અફાકબખાન પઠાણ, સુલેમાનભાઈ જટાશંકર જોશી વિગેરેની ઉપસ્થિતિમાં મનોજભાઈ શિયાળ હસ્તક ઈનામોની લ્હાણી કરવામાં આવેલ. લાયન્સ ગ્રુપ મિત્ર મંડળના સભ્યો, કમલેશભાઈ, આસીફખા, જીતેન્દ્ર, સુનિલ, આકાશ, અરવિંદ, મયુર, સુમિત, વીજય, ભાર્ગવ, હર્ષદ, નીતિન, પંકજ, યોગેશ, અશોક, રાહુલ, હાર્દિક, શૈલેષ અને કાર્તિક વિગરેે ખૂબ જ મહેનત અને જહેમત ઉઠાવેલ છે.

Previous articleદામનગરમાં ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા શસ્ત્રપૂજન, મહારેલી યોજાઈ
Next articleરાજુલા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરાઈ