પાલિતાણા તળેટી ખાતે મણીભદ્રવીર શાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત બસ સ્ટેન્ડનું ઉદ્દઘાટન આજે મણીભદ્રવીર શાંતિ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ગુરૂ ભગવણંતો, મહેન્દ્રસિંહ સરવૈયા, ભીખાભાઈ બારૈયા, જયપાલસિંહ ગોહિલ, એ.કે. પરમાર, પી.જે. મુસાની સહિતની ઉપસ્થિતમાં થયું હતું. સુંદર બસ સ્ટેન્ડ જૈન સંસ્થા દ્વારા ઉભું થતા યાત્રાળુ તથા સ્થાનિકોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે.