ગાંધીનગર જિલ્લાની અનેક શાળાઓમાં મતદાર જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન

1522
gandhi11112017-5.jpg

ગાંધીનગર જિલ્લામાં વિધાનસભા સમાન્ય ચૂંટણી – ૨૦૧૭ અંતર્ગત મતદારોમાં જાગૃત્તિ આવે તેવા ઉમદા આશયથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં દહેગામ અને માણસા તાલુકામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધોઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં મતદાન જાગૃતિ માટે માણસા તાલુકાની ઇન્દ્રપુરા પ્રાથમિક શાળા અને દહેગામ તાલુકાના મોતીપુરા તથા શિયાવાળા ગામની શાળામાં ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગાંધીનગર તાલુકાના રાંધેજા ગામ ખાતે બાળકો દ્વારા ગામમાં રેલી કરીને મતદાન જાગૃતિના બેનર અને સૂત્રોચારો કરવામાં આવ્યા હતા. દહેગામ તાલુકાના મોતીપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ગામમાં વાલી સંપર્ક કરીને મતદાન જાગૃતિ લાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગામની શાળાના બાળકોને સંકલ્પ પત્રો અને વીવીપેટની માહિતી આપતી પેમફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

Previous articleગાંધીનગરમાં રાજકીય પક્ષોને નો એન્ટ્રીના બોર્ડ લાગ્યા
Next articleરાજુલામાં સંવેદનશીલ મતદાન બુથો ઉપર સેનાના જવાનો બાજનજર રાખશે