લુણસાપુર ખાતેની સીન્ટેક્ષ કંપનીના અધિકારીનો સિંહદર્શન કરતો વિડીયો વાયરલ

815
guj11112017-3.jpg

લુણસાપુરની મહાકાય સીન્ટેક્ષ કંપનીના જ અધિકારી ગેરકાયદે સિંહદર્શન કરતા વિડીયો વાયરલ થતા વન વિભાગમાં દોડધામ આના માટે જવાબદાર કોણ ? સવાલો ઉઠ્યા હતા.
લુણસાપુરની મહાકાય સીન્ટેક્ષ કંપનીના અધિકારી ચૌધરી નાગેશ્રીના પાછળના ભાગે સીન્ટેક્ષ કંપનીને અડીને આવેલ જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા નાગેશ્રી દરબાર હરપાલભાઈ વરૂ (સામાજીક કાર્યકર)ના કેમેરામાં કેદ થઈ અને તે વિડીયો વાયરલ થતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ. હમણા અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી તે પહેલા મોરારીબાપુને સિંહ દર્શન કરતા દર્શાવાયા અને જેમાં ઉપર કાયદેસર કાર્યવાહી વન વિભાગ દ્વારા થઈ તો આ કંપની જ્યારે આવનાર હતી આ વિસ્તારમાં ત્યારે સરકારમાં એવું દર્શાવાયું હતું કે સીન્ટેક્ષ કંપની વિસ્તારમાં ક્યાંય એક પણ સિંહોનું રહેણાંક નથી. હકીકત કાંઈક સુત્રો દ્વારા એવી કાયમ રહી છે કે જ્યારે વન વિભાગ દ્વારા સિંહ ગણતરી કરવામાં આવે છે ત્યારે સિંહોનો આંક પ૦ થી ૬૦ દર્શાવાય છે. માત્ર કંપનીને કંપની સ્થાપવાની માન્યતા સરકારમાંથી મેળવવા માટે જ ખોટુ લખાવાયું હતું અને હવે તે કંપનીના કહેવાતા અધિકારી સિંહદર્શન કરે છે અને કરાવે છે તેના જ કંપનીના કર્મચારીઓને જોઈએ વન વિભાગ અધિકારી ઉપર કેવી એક્શન લે છે કે, આ બાબતે ઢાંક પીછોડો કરશે અને કરાશે તો કઈક નવા-જુનાના એંધાણ દેખાઈ રહ્યાં છે.

Previous articleરાજુલામાં ભાજપના હોદ્દેદારોએ ઘેર ઘેર લોકોનો સંપર્ક કર્યો
Next articleઆંતરકોલેજ કુસ્તી સ્પર્ધામાં ચેમ્પિયન