ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત બજરંગ વિકાસ સમિતિ દ્વારા ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતે વિજયા દશમી મહોત્સવ-રાવણદહન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, ભાવનગરના પ્રભારી મહેશભાઈ કસવાલા, જિ.પં. પ્રમુખ વકતુબેન મકવાણા, યુનિ.ના કુલપતિ ડો.ગીરીશભાઈ વાઘાણી, ડીવાયએસપી મનિષ ઠાકર, શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુનિલભાઈ વડોદરીયા, મેયર મનભા મોરી, ડાયમંડ એસો.ના આગેવાનો, સાધુ-સંતો તેમજ નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને આગેવાનોના હસ્તે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પૂર્વે ભાવેણાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.