ઓવૈસી હદમાં રહે, રામ મંદિર અયોધ્યામાં બનશે નહી કે હૈદ્રાબાદમાંઃ સંજય રાઉત

681

લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને રાજકીય મોરચે ગરમાવો વધી રહ્યો છે.

એક તરફ જ્યાં આરએસએસના વડા મોહન ભાગવતે મંદિર બનાવવા માટે સરકારને ખાસ કાયદો બનાવવા અપીલ કરી છે ત્યારે મંદિર મુદ્દે નિવેદનો કરી રહેલા એઆઈએમઆઈએસના નેતા અસદુદ્દીન ઓવૈસી પર શિવસેનાએ નિશાન સાધ્યુ છે.

શિવસેના નેતા સંજય રાઉતે ઓવૈસીને સંદેશો આપતા કહ્યુ છે કે ઓવૈસી પોતાની હદમાં રહેવુ જોઈએ. રામ મંદિર અયોધ્યામાં બનવાનુ છે. હૈદ્રાબાદ, પાકિસ્તાન કે ઈરાનમાં નહી. ઓવૈસી જેવા લોકો જ મુસ્લિમ સમુદાયને પોતાના રાજકીય ફાયદા માટે ગેરમાર્ગે દોરી રહ્યા છે. જેના કારણે મુસ્લિમ સમાજે નુકસાન ઉઠાવવુ પડશે.

સંજય રાઉતે માંગ કરી હતી કે કેન્દ્ર સરકાર રામ મંદિર નિર્માણ માટે જલ્દી કાયદો બનાવે.આજે એનડીએ સરકાર પાસે બહુમતિ છે. જો આજે કાયદો નહી બને તો ભવિષ્યમાં કયારેય નહી બની શકે, કોર્ટ થકી રામ મંદિર વિવાદનો ઉકેલ નહી આવી શકે કારણકે આ વિશ્વાસ અને રાજકીય ઈચ્છાશક્તિને લગતો મુદ્દો છે.

એક તરફ જ્યાં આરએસએસના વડા મોહન ભાગવતે મંદિર બનાવવા માટે સરકારને ખાસ કાયદો બનાવવા અપીલ કરી છે ત્યારે મંદિર મુદ્દે નિવેદનો કરી રહેલા એઆઈએમઆઈએસના નેતા અસદુદ્દીન ઓવૈસી પર શિવસેનાએ નિશાન સાધ્યુ છે.

Previous articleચીને બનાવ્યું સૌપ્રથમ ‘એમ્ફિબિયસ’ પ્લેન
Next articleદેશનાં સૌથી લાંબા પુલનું થશે નિર્માણઃ આસામ અને મેઘાલયને જોડશે