જીવન નગર વિકાસ સમિતિ, નવરાત્રી મહોત્સવ સમિતિ, વોર્ડ નંબર ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવન નગર પ્રાચિન ગરબી મંડળમાં શ્રેષ્ઠ કામગીરી કરનારનું સન્માન કરવા મા આવ્યુ હતુ. ૩૮ મા વર્ષે પ્રાચિન ગરબી મંડળે સફળતાના શિખરે રહીશોનું પણ બહુમાન કર્યું હતુ. આંખના સર્જન ડૉ જનકભાઈ મહેતા તથા ડૉ. નીતાબેન મહેતા એ દીપ પ્રાગટ્ય, બાળાઓ અને કાર્યકર્તાઓ નું સન્માન કરતા જણાવ્યું કે આ ગરબીમા અમે છેલ્લાં દસ વર્ષથી હાજરી આપી કલા સંસ્કૃતિ નો અનુભવ કરીયે છીયે. સાથે સમિતિના પ્રમુખ જયંત પંડયાના નેતૃત્વનો લાભ ચાર સોસાયટી ના રહીશો ને મળે છે જેનો મને આનંદ છે.
ગરબિમા શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા મંડળના ૧, અલકા બેન પંડયા, ૨. સુનીતા બેન વ્યાસ, ૩. શોભાના બેન ભાણવડિયા, ૪. જ્યોંતિબેન પુજારા, ૫. યૉગીતા બેન જોબનપુત્રા, ૬. ભારતીબેન ગંગદેવ, ૭. માનસી માંડલિયા, ૮. આશાબેન મજેઠીયા, તથા સમિતિના નવીનભાઈ પુરોહિત, વિનુભાઈ ઉપાધ્યાય તથા પાર્થ ગોહેલનું સન્માન પત્ર સાથે એવોર્ડ આપી બહુમાન કરવા મા આવ્યુ હતુ.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત ભાઈ પંડયાએ ૩૮ વર્ષના પ્રાચિન ગરબીના સમાપન માં જણાવ્યું કે બાળાઓ, વાલી તથા રહિશોની એકતા ને કારણે સફળતા મળેલ છે. જીવન નગર, જ્ઞાન જીવન, દેશલ દેવપરા અને અમિ પાર્કના રહીશો માટે શરદ પૂનમનો અદ્ભૂત કાર્યક્રમ મહાદેવ ધામમા રાખવા માં આવેલ છે.