સેન્ટ્રલ લંડનમાં અંદાજિત ૭ લાખથી વધુ એન્ટી-બ્રેક્ઝિટ કેમ્પેઇનર્સે ફરી મતદાન માટે સડકો પર દેખાવો કર્યા હતા. આ રેલીના આયોજકોને અંદાજિત ૧ લાખ લોકો સામેલ થવાની આશંકા હતા, જેનાથી તદ્દન વિરૂદ્ધ અંદાજિત લંડનના મેયર, હોલિવૂડ સેલિબ્રિટીઝ સહિત ૬,૭૦૦ દેખાવકારોએ સડકો પર સૂત્રોચ્ચાર કર્યા હતા. પાર્ક લેનથી પાર્લામેન્ટ સ્ક્વેર સુધી દેખાવકારોએ બ્રેક્ઝિટ મુદ્દે યંગસ્ટર્સના ફરીથી વોટ લેવામાં આવે તેવી માંગણી કરી હતી. દેખાવકારોની આ સંખ્યા વર્ષ ૨૦૦૩માં ઇરાક યુદ્ધ વિરૂદ્ધમાં લોકોએ કરેલા દેખાવો કરતાં વધારે છે. લાખો કેમ્પેઇનર્સ રૉયલ બ્લૂ કપડાં અને ગોલ્ડ સ્ટાર્સ પહેરીને રેલીમાં સામેલ થયા હતા. તેઓએ ’બિન બ્રેક્ઝિટ નાઉ’ અને ’આઇ વોન્ટ ટુ સે ઓન બ્રેક્ઝિટ’ના બેનર્સ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ રેલીમાં લંડનના મેયર સાકીદ ખાને પાર્ક લેનમાં સંબોધન કરતા કહ્યું કે, આ ભવિષ્ય માટેની રેલી છે. આ રેલીમાં જે લોકો સામેલ થયા છે તેઓ બ્રિટનનું ભવિષ્ય છે. ખાસ કરીને એવા યંગસ્ટર્સ જેઓ વર્ષ ૨૦૧૬માં બ્રિટનની ઇયુ મેમ્બરશિપ રેફરેન્ડમ (લોકમત)માં મતદાન નથી કરી શક્યા. લંડનમાં વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી આવતા મેયર સાકીદ ખાને બ્રેક્ઝિટ બાબતે અવાર-નવાર બ્રિટિશ પીએમ થેરેસા મેને ઘેર્યા છે. સાકીદ ખાન અનુસાર, વડાપ્રધાને લોકોના હિતમાં નિર્ણય લેવો જોઇએ. બ્રેક્ઝિટ મુદ્દે બ્રિટને ઇયુ (ઈેં- ઈેર્િીટ્ઠહ ેંર્હૈહ)માં રહેવું જોઇએ કે નહીં અથવા બ્રિટિશ પીએમની બ્રેક્ઝિટ ડીલને લોકો સ્વીકારે છે કે નહીં તેવા નિર્ણય માટે ફેર મતદાન જરૂરી છે.