લાઠી પ્રાંત અધિકારી બોડાણા, મામલતદાર મણાત, તાલુકા વિકાસ અધિકારી, લાઠી મામલતદાર ડેર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં તાલુકા અને જિલ્લાની વિવિધ કચેરીના કર્મચારીઓ દ્વારા સરકારની યોજનાઓના નિયત નમુના લોકહિતકારી સહાય જાતિ આવક આવાસ આરોગ્ય અન્ન પુરવઠા પાણી વિજળી પરિવહન પશુપાલન કૃષિ રેવન્યુ શિક્ષણ સાધન સહાય જેવી કામગીરી લાભાર્થીના હોમ ગ્રાઉન્ડ પર જઈને કરતું તંત્ર સેવા સેતુ ખરા અર્થમાં સેવા રૂપ બનાવતા અધિકારીઓનું સીધુ મોનીટરીંગ સરળ પ્રક્રિયા દરેક યોજનાઓના લાભાર્થીઓને નિયત દરખાસ્તો તૈયાર કરી સરળતા રૂપ સેવા સેતુ લાઠી તાલુકાના ભાલવાવ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં તાલુકા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના કર્મચારી, સ્થાનિક અગ્રણી, સામાજીક સંસ્થાઓ, સરપંચ, સદસ્યો અને વિશાળ સંખ્યામાં લાભાર્થીઓની હાજરીમાં સેવા સેતુ સંપન્ન થયો હતો.