તળાજા તાલુકાના જાલવદર ગામે આવેલ પ્રાથમિક શાળાના શિક્ષક વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા નિષ્ઠાવાન શીક્ષકને વિદાયમાન આપવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાલવદર ગામે આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મ.શિ. નારણભાઈ ધુસાભાઈ ખોડીફાડ વય મર્યાદાને લઈને સેવા નિવૃત્ત થતા શાળાના શિક્ષકગણ દ્વારા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્ય્ હતો. જેમાં શાળા પરિવાર દ્વારા સ્મૃતિ ચિન્હરૂપે શ્રીમદ ભાગવતગીતા, સોનાની વિટી, શાલ અર્પણ કરવામાં આવેલ તથા અન્ય શિક્ષકો આચાર્ય તથા બાળકો દ્વારા અલગ, અલગ મોમેન્ટો તથા ભેટ આપવામાં આવેલ. આ પ્રસંગે સેવા નિવૃત્ત શિક્ષકે પણ શાળામાં વોટર કુલ માટે રૂા. ૧પ,પપ૧નો ચેક આપ્યો હતો. આ કાર્યક્રમ બાદ ભુલકાઓને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.