અમૃતસરના જોડા ફાટક પાસે થયેલી ભીષણ ટ્રેન દુર્ઘટનામાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. મોતનો આંકડો બિનસત્તાવારરીતે ૧૦૦થી પણ ઉપર પહોંચી ચુક્યો છે જ્યારે સત્તાવારરીતે મોતનો આંકડો હજુ પણ ૬૨ની આસપાસ દર્શાવવામાં આવી રહ્યો છે. બનાવ બાદ આજે પણ લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. જોડા ફાટક પાસે દેખાવ કરી રહેલા લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો જેના લીધે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આજે રવિવારના દિવસે પંજાબ પોલીસે રેલના ટ્રેક નજીક પ્રદર્શન ઉપર બેસી ગયેલા લોકોને દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરી ત્યારે નારાજ લોકોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું છે કે, આ ઝપાઝપીમાં પંજાબ પોલીસના એક કમાન્ડો અને એક પ્રેસ ફોટોગ્રાફરને ઇજા થઇ છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આજે સવારે જોડા ફાટકની નજીક રેલવે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સગા સંબંધીઓએ જોરદાર દેખાવો કર્યા હતા. આ ગાળા દરમિયાન સ્થાનિક અધિકારીઓની સાથે ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોને રેલવે ટ્રેક પરથી દૂર કર્યા હતા. અહીં ઉપસ્થિત રહેલા દેખાવકારોએ પોલીસ દળ ઉપર પથ્થરમારો કર્યો હતો જેના લીધે પોલીસને પણ બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ દેખાવની જગ્યાએથી તમામ લોકોને દૂર કરવામાં આવ્યા બાદ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. જોડા ફાટક પાસે દેખાવ કરી રહેલા લોકોએ રેલવે દુર્ઘટનાના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા પરંતુ જ્યારે આ પોલીસે આ તમામ લોકોને દૂર કરવાના પ્રયાસ કર્યા ત્યારે નારાજગી વધી ગઈ હતી અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ સહિત પંજાબ પોલીસની અનેક ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી. તંગદિલીને ધ્યાનમાં લઇને વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પંજાબમાં શુક્રવારે ટ્રેન દુર્ઘટના થયા બાદ સરકારની સો નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. બીજી બાજુ રેલવે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોએ કહ્યું છે કે, પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધૂ અને પત્નિ નવજોત કૌર દુર્ઘટના થયા બાદ જાનગુમાવી દેનાર લોકોના પરિવારને મળવા માટે પણ પહોંચ્યા નથી. મુખ્યમંત્રી અમરિન્દરસિંહે ઘટનામાં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ કર્યો છે. સાથે સાથે રેલવે દ્વારા પણ વિભાગીય તપાસ કરવામાં આવી રહી છે. પરિવારના સભ્યોની માંગ છે કે, દોષિતો સામે વહેલીતકે કાર્યવાહી કરવી જોઇએ. પંજાબ સરકાર દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને ૫-૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે સાથે ઇજાગ્રસ્તો માટે પણ મદદની જાહેરાત કરી છે. શુક્રવારના દિવસે રાવણદહનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જોડા ફાટકની નજીક દુર્ઘટના થઇ હતી. રાવણદહન દરમિયાન જોરદાર આગની જ્વાળા હતી અને ફટાકડાઓના તીવ્ર અવાજ આવી રહ્યા હતા. મોડી સાંજ થઇ ગઇ હોવાથી અંધારાની સ્થિતિ હતી. આવી સ્થિતિમાં જટિલ સ્થિતિ વચ્ચે રાવણદહનની વિધિવેળા જ પુર ઝડપે ટ્રેન નજીકથી નિકળી હતી જેના લીધે સેંકડો લોકો અડફેટે આવી ગયા હતા અને તેમના મોત થયા હતા.
ઇજાગ્રસ્તો હજુ પણ સારવાર હેઠળ છે અને કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ પથ્થરમારાની ઘટનામાં પંજાબ પોલીસના હેડકોન્સ્ટેબલ અમૃતપાલસિંહ ગંભીરરીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ટ્રેન દુર્ઘટનામાં મોતનો આંકડો ખુબ ઉંચો હોવાનો થયેલો દાવો
પંજાબના અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના થયા બાદ મોતના આંકડાને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. એમ્બ્લન્સમાં સેવા બજાવતા કેટલાક લોકોનં કહેવું છે કે, સત્તાવારરીતે જે મોતનો આંકડો આપવામાં આવ્યો છે તે કરતા મોતનો આંકડો આ અકસ્માતાં ખુબ મોટો છે. જાણકાર લોકોનું એમ પણ કહેવું છે કે, ઘટના સ્થળથી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં મૃતદેહને લઇ જવા માટે ૩૦થી વધુ એમ્બ્યુલન્સની સેવા લેવામાં આવી હતી. ડ્રાઇવરો કહેવં છે કે, આ ૩૦ ડ્રાઇવરો પૈકીના દરેકે મોડી રાત્રે એક વાગ્યા સુુધી ઓછામાં ઓછા ત્રણ મૃતદેહોને લઇને સતત સેવા આપી હતી. ૧૦ મૃતદેહો પણ ઘણી ગાડીમાં મુકાયા હતા. અધિકારીઓના આંકડા મુજબ આ આંકડો ખુબ મોટો છે. અંતિમ સંસ્કારના સ્થળે પણ મૃતકોની સંખ્યા ખુબ વધારે દેખાઈ હતી. જો કે, જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, અકસ્માતમાં ૬૧ લોકોના મોત થયા છે અને ૬૦થી વધુ લોકો જુદી જુદી જગ્યાએ સારવાર હેઠળ છે.
લોકો મડદાઓ પરથી ઘરેણાં, રોકડ ચોરી ગયાં
અમૃતસરઃ આને માનવતા મરી પરવરી કહો કે પછી આઘાતજનક. અમૃતસરના ટ્રેન અકસ્માતમાં મોતને ભેટેલા પરિવારજોએ જે દર્દનાક કહાણી વર્ણવી તેના પરથી તો આવું જ કહી શકાય. અમૃતસરમાં શુક્રવારે રાવણ દહનના કાર્યક્રમ દરમિયાન લોકો પર ટ્રેન ફરી વળતા ૬૧ લોકોનાં મોત થયા અને ૧૪૩ લોકો ઘાયલ થયા. પરંતુ અકસ્માત બાદ જે બન્યું તેનાથી ખરેખર માનવજાતે શરમાવવું જોઈએ. બચી ગયેલા અને મોતને ભેટેલા લોકોના સંબંધીઓના મતે તેમને જ્યારે તેમના પ્રિયજનોનાં મૃતદેહ મળ્યાં ત્યારે તેમના શરીર પરથી કિંમતી ઘરેણા, તેમના મોબાઇલ ફોન, વોલેટ સહિતની વસ્તુઓ ગાયબ હતી. એટલે કે ચોરી કરનાર તત્વોએ આ કરુણ પ્રસંગમાં પણ તેમની કારી કરતૂતો ચાલુ રાખી હતી
અમૃતસર ટ્રેન દુર્ઘટના : ડ્રાઇવરે કહ્યુ- ’મેં બ્રેક મારી હતી પરંતુ ટ્રેન રોકાઇ નહીં’
અમૃતસરમાં દશેરા ઉત્સવ દરમિયાન થયેલા રેલવે દુર્ઘટનામાં ૬૧ લોકોના મોત થયા પછી જીઆરપીએ આ અંગે એફઆઇઆર નોંધાવી છે. જીઆરપીએ ઘટના સમયે ટ્રેન ચલાવી રહેલા ડ્રાઇવર અરવિંદ કુમારની પૂછપરછ કરી હતી. કુમારે જણાવ્યું હતું કે, તેમણે ઇમરજેન્સી બ્રેક લગાવી હતી. પરંતુ ટ્રેન રોકાઇ ન્હોતી અને ગુસ્સામાં આવેલા લોકો ટ્રેન ઉપર પથ્થર ફેંકવા લાગ્યા હતા. રેલવે પ્રશાસને આપેલા લેખિત નિવેદનમાં અરવિંદ કુમારે કહ્યું હતું કે, જ્યારે ટ્રેક પાસે લોકો દેખાયા ત્યારે તેણે ઇમરજેન્સી બ્રેક લગાવી હતી. સતત હોર્ન વગાડ્યો હતો. રિપોર્ટ પ્રમાણે કુમારે કહ્યું હતું કે, “ઇમરજન્સી બ્રેગ લગાવવા છતાં પણ ટ્રેન રોકાઇ ન્હોતી. અનેક લોકો ટ્રેનના નીચે આવી ગયા હતા. ટ્રેન રોકાવાની હતી કે મોટી સંખ્યામાં લોકો પથ્થર ફેંકવા લાગ્યા હતા. જેનાથી યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેં ટ્રેનને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.”આ મામલામાં જીઆરપીએ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪, ૩-૪ એ અને ૩૩૮ અંતર્ગત મામલો નોંધાવ્યો હતો. અમૃતસર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં વોર્ડ નંબર ૨૯થી હાજર કોર્પોરેટર વિજય મેદાનના ઘર ઉપર હુમલા પછી પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ઘટના પહેલા કાર્યક્રમ સ્થળ ઉપર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસના નેત્રી અને પૂર્વ સાંસદ નવજો કૌર સિધ્ધુ દેખાઇ રહી હતી.