ભારતનો 8 વિકેટે વિજય

781

વિરાટ કોહલી (140) અને રોહિત શર્મા (152) અણનમ સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં 8 વિકેટે વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 322 રન બનાવી લીધા છે. જવાબમાં ભારતે 42.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 326 રન બનાવી લીધા હતા.

આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે શ્રેણીની બીજી વન-ડે 24 ઓક્ટોબરના રોજ વિશાખાપટ્ટનમમાં રમાશે. શિખર ધવન 4 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી અને રોહિત શર્માએ બીજી વિકેટ માટે 246 રનની ભાગીદારી નોંધાવી જીતનો પાયો નાખ્યો હતો. રોહિત શર્મા 117 બોલમાં 15 ફોર અને 8 સિક્સર સાથે 152 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુ 22 રને અણનમ રહ્યો હતો.

શિમરોન હેટમેરની સદી (106) અને કિરોન પોવેલની અડધી સદી (51)ની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામે પ્રથમ વન-ડેમાં 50 ઓવરમાં 8 વિકેટે 322 રન બનાવ્યા છે. આમ ભારતને જીતવા માટે 323 રનનો પડકાર આપ્યો છે.

હેટમેરે 78 બોલમાં 6 ફોર અને 6 સિક્સર સાથે 106 રન બનાવ્યા હતા. જ્યારે પોવેલે 39 બોલમાં 51 રન બનાવ્યા હતા. હોલ્ડરે 38 અને શાઈ હોપે 32 રન બનાવ્યા હતા. ભારત તરફથી ચહલે 3 વિકેટ, જાડેજા-શમીએ 2-2 વિકેટ, જ્યારે અહમદને 1 વિકેટ મળી હતી.

Previous articleસરદાર પટેલ-નેતાજીને ભુલાવવા  માટેના પ્રયાસ કરાયા હતા : મોદી
Next articleરંગના હેરાથે કરી સંન્યાસની જાહેરાત