ભારતીય સેનાએ પાકિસ્તાનને સખત શબ્દોમાં ચેતવણી આપી છે કે તે પોતાની ધરતી ઉપર રહેલા આતંકવાદીઓને કાબુમાં રાખે. ભારતીય સેનાનું આ નિવેદન હથિયારોથી સજ્જ બે પાકિસ્તાની ઘુસણખોરના અથડામણમાં મોતના એક દિવસ પછી આવ્યું છે. ભારતીય સેનાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે પાકિસ્તાનને બંને પાકિસ્તાની ધુસણખોરીના શવ પણ લઈ જવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાની સેનાને સુચિત કરવામાં આવ્યું છે કે તે પોતાની ધરતી ઉપર ચાલે રહેલા આતંકવાદીઓને કાબુમાં રાખે.
પાકિસ્તાનને સખત ચેતવણી આપવામાં આવી છે. પાંચથી છ પાકિસ્તાની સશસ્ત્ર ઘુસણખોરીના એક સમુહે રવિવારે રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં નિયંત્રણ રેખા પાર કરી સેનાની ટુકડી પર ગોળીબારી કરી હતી. જેમાં જમ્મુ કાશ્મીર લાઇટ ઇન્ફૈંટરી નૌશેરા (રાજૌરી)ના ત્રણ સૈનિક હવલદાર કૌશલ કુમાર, ડોડાના લાન્સ નાઇર રણજીત સિંહ અને પલ્લાવાલા (જમ્મુ)ના રજત કુમાર બાસન શહીદ થયા હતા. સાંબાના રાઇફલમેન રાકેશ કુમાર ઈજાગ્રસ્ત થયા હતા.