મોતીબાગ ટાઉનહોલ પાસેથી વરલી મટકાના આંકડા લેતો શખ્સ ઝડપાયો

800

શહેરના મોતીબાગ ટાઉનહોલ પાસેથી વરલી મટકાના આડકા લેતા શખ્સને એસઓજી ટીમે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પોલીસ કોન્સ. અબ્બાસઅલી અનવરઅલી તથા મુકેશભાઇ પરમારને મળેલ બાતમી આધારે મોતીબાગ ટાઉન હોલ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લેતો ઇસમ કાળુભાઇ મગનભાઇ સરવૈયા ઉ.વ.૫૯ રહે. બ્લોક નં-૨૨૦ રૂમનં-૨૭૭૨, અર્બન સોસાયટી, શ્રીનાથજીનગર ભાવનગર વાળાને વરલી મટકાના આંકડા લખેલ ચિઠ્ઠીઓ નંગ-૪ તથા રોકડ રૂપિયા ૪,૦૪૦/- તથા મોબાઇલ ફોન-૧ મળી કુલ કિ.રૂ.૬,૫૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ જેના વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleઈશ્વરિયામાં માતાજીનો હવન
Next articleવૃધ્ધ દંપતીની હત્યાના ચારેય આરોપી પાંચ દી’ના રિમાન્ડ પર