ગુરૂદેવ કાનજી સ્વામી તથા બહેન ચંપાબેનના ધર્મપ્રભાવના ઉદયે સુવર્ણપુરી સોનગઢમાં બાહુબલી મુનીવરની પ્રતિમા આરોહણ થઈ છે. ગ્રેનાઈટના અખંડ ૪૦૦ ટન વજનના પથ્થરમાંથી કંડારાયેલ આ ભવ્ય, દિવ્ય અને વિરાટ પ્રતિમા સ્થાપિત કરતા ઘણા કષ્ટો પછી જય જય કાર થયો છે. જો કે વિવિધ પૂજા અર્ચનાની વિધિ તો હવે પછી યોજાશે.