રાજુલાના બર્બટાણા રહેતા વિજયમગન હડીયા જે ગેરકાયદે બંધુક (તમંચો) રાખે છે. તેવી બાતમી જિલ્લા અધિક્ષક જગદીશ પટેલને મળતા તેના માર્ગદર્શન નીચે અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્સ. વી.જી. ભરવાડ તથા સ્ટાફના પ્રવિણભાઈ ડેર, પ્રભાતભાઈ ગેરૈયા, જે.ડી.પરમાર તથા મનીષદાન ગઢવી, હરેશભાઈ વાણીયા, ગૌરવભાઈ પંડયા, રાહુલભાઈ ચાવડા તથા દેવરાજભાઈ કળોતરા, સુભાષભાઈ ઘોઘારી, કેતનભાઈ ગરાણીયા, જેસીંગભાઈ કોચરા સહિતના સ્ટાફે ખાનગી રાહે તેમજ બાતમીના આધારે વિજયભાઈ મગનભાઈ હડીયા ના વાડીયે તપાસ કરતા વિજયભાઈ પાસેથી દેશી હાથ બનાવટનો લોખંડનો તમંચો મળી આવતા વિજય મગન હડીયા વિરૂધ્ધ હથિયાર ધરા તળે ગુન્હો બાંધવામાં આવેલ છે તેમજ આ તમંચો કોની પાસેથી લાવેલ છે. કોણે બનાવ્યો છે. ત્યાં સુધી પહોંચી તેનો ઉપયોગ શું કરવાનો હતો વિગેરે બાબતે આગળની કાર્યવાહીની જીણવટ ભરી તપાસ રાજુલા પોલીસ મથકના પોલીસ ઈન્સપેકટર મહિપતસિંહ બી. ઝાલા ચલાવી રહ્યા છે.