ટેલિવિઝન ધારાવાહિક ’ઈન્ટરનેટ વાલા લવ’ માં મુખ્ય જય મિત્તલની ભૂમિકા ભજવનાર અભિનેતા શિવિન નારંગ હવે મ્યુઝિક વિડીઓમાં નજરે ચડશે અને આ શિવિનનો પહેલો ડેબ્યુ વીડિયો મ્યુઝીક હશે આ વિશે શિવીને જણાવ્યું હતું કસ “હા, હું એક મ્યુઝિક વિડિઓ કરી રહ્યો છું. આ ગીત રાહત ફતેહ અલી ખાનના કંઠે ગવાયું છે જ્યારે મેં એ સોંગ સાંભળ્યું તો તુરંત હા કહી દીધું ,અને ક્યારેય સંગીત વીડિયોનો કર્યો નથી અમે વિઝાગમાં વિડિઓને શૂટ કર્યો છે અને તે મારી પ્રથમ સફર હતી” વધુમાં તેમણે જણાવ્યું હતું કે “હું જાણતો નથી કે હું યુવા ચિહ્ન છું, પરંતુ ઘણા બધા અભિનેતાઓ છે જે ખૂબ મહેનત કરે છે અને હું તેની પ્રશંસા કરું છું. હું લોકોના ગુણોને અનુસરવાનો પ્રયત્ન કરું છું અને હું હંમેશાં શીખું છું”