હું ઈન્ડસ્ટ્રીને સાફ અને મહિલાઓ માટે સન્માનજનક જોવાનું પસંદ કરીશ : એ.આર.રહેમાન

950

#MeToo અભિયાનની શરૂઆત થઇ તો ઘણી મહિલાઓએ તેમની આપવીતી સંભળાવી. બોલિવૂડની ગલીઓમાંથી પણ આવી ઘટનાઓ ખુબ સામે આવી તો કેટલાંયે મોટા નામ સવાલનાં ઘેરમાં આવી ગયા. કેટલાંક સેલિબ્રિટીઝ પીડિત મહિલાઓનાં પક્ષમાં આવ્યા તો કેટલાંકે તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો. આખી ઇન્ડસ્ટ્રી આ કેમ્પેઇનને લઇને બે ભાગમાં વહેચાઇ ગઇ. આ વચ્ચે મ્યૂઝિકનાં માસ્ટર એ.આર. રહેમાને ટિ્‌વટ કરીને પોતાનો મત જણાવ્યો.

રહેમાને તેમની ટિ્‌વટમાં લખ્યું કે, ગત કેટલાંક દિવસોથી ઈંસ્ીર્‌ર્ અભિયાનને જોઇ રહ્યો છું. કેટલાંક નામો સામે આવવાથી હુ પોતે વિચલિત થઇ ગયો છું. પછી તે પીડિત હોય કે દોષીત. હું મારી ઇન્ડસ્ટ્રીને સાફ અને મહિલાઓ માટે સન્માનજનક જોવાનું પસંદ કરીશ. ભગવાન આગળ આવીને પોતાની આપવિતી સંભળાવનાર મહિલાઓને વધુ તાકાત આપે.

મહિલાઓ માટે સુરક્ષિત માહોલ બનાવવાનું ધ્યેય રાખનારી તેમની કંપની વિશે વાત કરતાં રહેમાને લખ્યું કે, મારા દરેક કામમાં હું અને મારી ટીમમાં સુનિશ્ચિત કરીયે છીએ કે, તમામે તેમનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા વધુ સારી ક્રિએટિવ સ્પેસ મળે. તેથી તમામ આગળ આવીને સફળતા મેળવી શકે.

Previous articleરોમેન્ટિક મ્યુઝિક વિડીઓમાં દેખાશે શિવિન નારંગ!
Next articleસિનેસ્તાન ઈન્ડિયાજ સ્ટોરીટેલર્સ કોન્ટેસ્ટે પોતાના બીજા સંસ્કરણની કરી ઘોષણા!