પુરતા વરસાદના અભાવે શિયાળાના પ્રારંભથી રાણપુરમાં પાણીની મોકાણ

814

બોટાદ જીલ્લાના રાણપુરમાં પુરતા વરસાદના અભાવે શિયાળાના પ્રારંભથી જ રાણપુરમાં પીવાના પાણીની મોકાણ સર્જાઈ છે ગામના ૨૫ હજાર લોકોને ૧૦ થી ૧૨ દિવસે માત્ર એક ક્લાક પાણી મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે રાણપુર ગામના સરપંચ અબ્બાસભાઈ ખલાણી દ્વારા બોટાદ કલેક્ટર સુજીતકુમાર ને આવેદનપત્ર પાઠવી ગ્રામજનોને તાકીદે પુરતુ પાણી આપવાની માંગ કરી છે. આછે ભારત દેશ વિકાસનિ દિશામાં હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ઐતિહાસિક ધરોહર ધરાવતુ રાણપુર શહેર પીવાના પાણી વગર ટળવળે છે ત્યારે રાણપુરની ૨૫ હજારની જનતાને ૧૦ થી ૧૨ દિવસે માત્ર એક ક્લાક પાણી પીવાનુ મળતા લોકોની નજર શરમ અને ગુસ્સાથી ઝુકી જાય છે રાણપુરમાં હાલ નહીવત વરસાદ થતા પીવાના પાણીના સ્તોત્રો ખુટી ગયા છે કેનાલ બંધ છે અને રાણપુરને પીવાનુ પાણી પુરૂ પાડતા ભડલા ડેમમાંથી ખેડુતોને સિંચાય માટે પાણી આપવા માંડતા ખરે તડકે રાણપુરની જનતા પાણી વિના તરસી રહી છે પાણીના પ્રશ્ને અગાઉ રાણપુર ગ્રામ પંચાયતમાં તોડફોડ થયેલ તથા તાલુકા પંચાયતમાં પણ તોડફોડ થયેલ રાણપુરને પીવાનુ પાણી પુરૂ પાડવાની જવાબદારી સરકારની હોય તથા આ પ્રશ્ને રાણપુરને પાણી આપવા કલેક્ટરને રજુઆત કરવામાં આવેલ છે અને તેની જાણ ધંધુકાના ધારાસભ્ય, કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા,નાયબ કાર્યપાલક ઇજનેર,બરવાળા પ્રાંત સાહેબ,ટી.ડી.ઓ.રાણપુરને જાણ કરવામાં આવે છે. જ્યારે ગ્રામ પંચાયતના આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કે જો પાણી સહીતના પ્રશ્ને સરકાર દ્વારા અવગણવામાં આવશે તો રાણપુર બંધ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવુ રાણપુર સરપંચ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Previous articleરાજુલાના કુંભારીયા રોડનું જોલાપરી નદીનું તુટી ગયેલ નાળુ નવુ બનાવવાની માંગણી
Next articleરકતદાનની ફીફટી અને સદી ફટકારનાર રક્તદાતાનું સન્માન કરતા શંકરસિંહ