ભાવનગર એટલે રકતદાન પ્રવૃત્તિમાં પ્રથમ નંબરે આવતું શહેર અને આ શહેરભમાં હનુમંતસિંહ ચુડાસમા રક્તદાતાની મોટી ફૌજ ધરાવે છે. નિલમબાગ ખાતે ક્ષત્રિય નારી રત્નો એવોર્ડ સામારંભમાં રકતદાન કેમ્પ પણ રખાયો હતો. આ પ્રસંગે હુનમંતસિંહ ચુડાસમાએ ૧૧૦મી વખત, અજયસિંહ જાડેજાએ પરમી વખત અને તેમના નાનાભાઈ મહિપતસિંહ જાડેજાએ ૧૮મી વાર રકતદાન કર્યુ હતું. આ બદલ પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રકતદાતાનું સન્માન કર્યું હતું.