થોરડી ગામે કરીયાણાની દુકાનમાં વિકરાળ આગ

767

વરતેજ તાબેના થોરડી ગામે  આવેલ કરીયાણીની દુકાનમાં આગનો બનાવ બનતા ગ્રામજનો એકઠા થઈ આગને મહામહેનતે કાબુમાં લીધી હતી. વરતેજ તાબેના થોરડી ગામે આજે વહેલી સવારે કરીયાણાની દુકાનમાં આગનો બનાવ બનવા પામ્યો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવ બનતાં ગર્મજનો એકઠા થયા હતાં. અને ફાયર બ્રિગ્ડને જાણ કરાતાં ફાયર ઓફીસેથી સીટી બહાર જવાની સ્પષ્ઠ ના પાડી હતી. બાદ ગ્રામજનોએ મહામહેનતે પાણીનો મારો કર્યો હતો. અને આગને કાબુમાં લીધી હતી. આગમાં મસમોટું નુકશાન થયાનું જાણવા મળ્યું હતું જો કે બનાવ અંગે વરતેજ પોલીસ મથકમાં પણ આગ લાગ્યાની કોઈ નોંધ થવા પામી ન હતી.

Previous articleજિલ્લાના રપ ગામોમાં ૩.પ૮ કરોડના ખર્ચે પંચાયત ઘરો બનાવાશે – જિ.પં.ચેરમેન હડીયા
Next article‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અખંડ ભારતની આગવી ઓળખ બનશે : સાંસદ ડો. ભારતીબેન શિયાળ