સ્વિસ ઇન્ડોર ટેનિસ ટુર્નામેન્ટમાં આઠ વખતના ચેમ્પિયન રોજર ફેડરરે સંઘર્ષ પૂર્ણ મુક્લબમાં જીત મેળવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. સર્બિયાના ફિલિપ ક્રજીનોવિચને ત્રણ સેટમાં ૬-૨,૪-૬,૬-૪થી હરાવીને ફેડરરે જીત નોંધાવી છે, બીજા રાઉન્ડમાં ફેડરરની ટક્કર યેન લેનાર્ડ સ્ટ્રફ સાથે થશે જેને ઓસ્ટ્રલિયાના જાન મિલમેનને માત આપી.