તલાટીઓએ ૩ નવે. સુધી હડતાળ સમેટવાનો લીધો નિર્ણય

517

ગ્રેડ પે સુધારવા સહિત અન્ય વણ ઉકેલાયેલાં પ્રશ્નોના મુદ્દે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા ગુજરાતના તલાટીઓએ હાલ પૂરતી હડતાળ સમેટી લીધી છે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે તલાટી આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં સમાધાનકારી મુદ્દાઓ અને માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં ગણપત વસાવા અને ઈશ્વર પરમાર પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ ૩૧મી ઓક્ટોબર સુધી હડતાળ પાછી ખેંચવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેને લઈને તલાટી આગેવાનોએ ૩ નવેમ્બર સુધી સરકારને કામગીરી કરવાની મુદત આપી છે. સાથે ૩ નવેમ્બર સુધી નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Previous articleઘરમાં દારૂનું સેવન કરવું તે કોઇ ગુનો ગણી શકાય નહીં : હાઇકોર્ટ
Next articleછસરા જૂથ અથડામણ : ચૂંટણીની અદાવતમાં ૬ના મોત, પરિસ્થિતિ કાબુમાં : ગૃહ રાજ્યમંત્રી